પૃષ્ઠો

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
સુવિચાર :- "સમય પ્રતિકૂળ હોય ત્યાં સુધી શત્રુને પણ ખભે ઉપાડીને ફરવો જોઈએ,પરંતુ ,જયારે સમય આવે ત્યારે જેમ પથ્થર પર માટીના ઘડાને ફોડી નખાય છે.તેમ શત્રુ ને ભેદી નાખવો --માલ્યવાન

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

'''ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન'''

જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ 
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત 
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫ 
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત 
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) 
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી. 
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ) 
ધર્મ = વેદાંત,હિંદુ 
જીવનસાથી = શિવકામ્મા 
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર 

રવિવાર, 26 ઑગસ્ટ, 2012

દોરા દ્વારા સર્જન પ્રવૃતિ

આ પ્રવૃતિ પણ ઘણીજ જાણીતી છે. બાળકો તથા મોટેરાઓને પણ મજા પડે તેવી છે. દોરો, કાગળ, અને કલરથી આ પ્રવૃતિ કરાવી શકાય. દોરાને કલરવાળો કરી, કાગળ પર મૂકી, કાગળ પર બીજો કાગળ મૂકી, તેના પર નોટબુકનું વજન મૂકી, દોરો ધીમેથી ખેંચો.તમારી ડિઝાઇન તૈયાર. 

રવિવાર, 19 ઑગસ્ટ, 2012

પાઠ્યપુસ્તકો (સત્ર-૨)

  શિક્ષક મિત્રો,
            અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ ધોરણ ૬ થી ૮ (બીજા સત્ર) ના  નવા પાઠ્યપુસ્તકોની લીંક મુકેલ છે. હાલ તે સાઈટ  પર ધોરણ- ૬ થી ૮ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો અપલોડ કરવામાં આવેલ છે. ( હિન્દી અને સંસ્કૃત સહીત)  જેથી હવે તે તમામ ડાઉનલોડ કરી શકાય છે.   

પાઠ્યપુસ્તકો (ધોરણ : ૬ થી ૮) દ્વિતિય સેમેસ્ટર 
ધોરણ :- ૬ (સેમેસ્ટર- ૨)


ડાઉનલોડ માટે અહીં ક્લીક કરો

પાઠ્યપુસ્તકો (ધોરણ-૬ થી ૮) દ્વિતિય સત્ર

મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

એક્સેલના માસ્ટર બનવું છે?

સ્પ્રેડશીટ્સનો તમે કેટલોક ઉપયોગ કરો છો? સ્પ્રેડશીટ શબ્દ જ તમને અજાણ્યો લાગ્યો હોય તો સ્વાભાવિક છે કે આ લેખ તમારા માટે ખાસ કામનો નહીં નીવડે, પણ જાતભાતની ગણતરીઓ કરવામાં તમને રસ હોય અને એ માટે કેલ્ક્યુલેટરનો પનો તમને ટૂંકો પડતો હોય તો સ્પ્રેડશીડ તમને બહુ ઉપયોગી નીવડી શકે છે. સ્પ્રેડશીટના જાણકાર લોકો પણ સામાન્ય રીતે સ્પ્રેડશીટ એટલે માઇક્રોસોફ્ટ એક્સેલ એમ સમજતા હોય છે, પણ એ અડધું સત્ય છે. મૂળ તો આંકડાને, આંકડાકીય માહિતીને ટેબ્યુલર સ્વરૂપમાં એટલે કે ઊભી કોલમ અને આડી રોમાં ગોઠવીને તેના પર જુદી જુદી ફોર્મ્યુલાઓ કામે લગાડીને આપણે જુદી જુદી જાતની ગણતરી કરી શકીએ કે તારણો કાઢી શકીએ એવી કોઈ પણ કમ્પ્યુટર એપ્લિકેશનને સ્પ્રેડશીટ કહેવાય. માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ આવી સ્પ્રેડશીટનો ઉપયોગ કરે છે તેમ ગૂગલ ડોક્સમાં પણ સ્પ્રેડશીટ્સ છે અને ઓપન ઓફિસમાં પણ જે એક્સેલ જેવો જ પ્રોગ્રામ છે તેમાં પણ અંતે તો સ્પ્રેડશીટનો જ ઉપયોગ થયો છે. વિવિધ પ્રકારની ગણતરીઓ માટે સ્પ્રેડશીટનો ઉપયોગ પહેલાં, અગાઉની નામા પદ્ધતિની જેમ લાંબા પહોળા કાગળ પર આંકડાઓ ચીતરીને જ કરવામાં આવતો હતો. છેક ૧૯૬૨માં આ વિચારને આઇબીએમના મશીનમાં અમલમાં મૂકવામાં આવ્યો અને ત્યારથી આ કન્સેપ્ટ ધીમે ધીમે વધુ ને વધુ વિકસતો ગયો. ૧૯૭૯માં એપલનાં કમ્પ્યુટરમાં એક બિઝનેસ ટૂલ તરીકે તેનો ઉપયોગ શરૂ થયો ત્યાં સુધી આંકડા જેમના માટે શોખનો વિષય હતો એમના માટે સ્પ્રેડશીડ એક કરામતી રમત જેવી જ વાત હતી. એપલ પર પહોંચ્યા પછી સૌને બિઝનેસમાં તેની ઉપયોગીતા સમજાઈ. ત્યારે વિઝિકેલ્ક તરીકે ઓળખાતો એ પ્રોગ્રામ પર્સનલ કમ્પ્યુટર્સ માટેનો પહેલો સ્પ્રેડશીટ પ્રોગ્રામ ગણાય છે. પછી તો ૧૯૯૦ના ગાળામાં માઇક્રોસોફ્ટ કંપનીએ તેના ઓફિસ પ્રોગ્રામમાં સ્પ્રેડશીટ એપ્લિકેશન તરીકે એક્સેલનો સમાવેશ કર્યો પછી ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ માર્કેટમાં એક્સેલની જબરજસ્ત પહોંચ વિસ્તરી. જોકે ૨૦૦૫માં એજેક્સ જેવી ટેક્નોલોજી વિક્સ્યા પછી ઓનલાઇન સ્પ્રેડશીટ ઓફર કરતા (ગૂગલ ડોક્સ જેવા) ઘણા પ્રોગ્રામ હવે માઇક્રોસોફ્ટ એક્સેલ સાથે હરીફાઇ કરવા લાગ્યા છે. સ્પ્રેડશીટની આટલી ઓળખાણ પછી હવે મૂળ વાત કરીએ. જો તમે સ્પ્રેડશીટનો ઉપયોગ કરતા હશો તો તમને ટેમ્પ્લેટનો પણ પરિચય હશે જ. સ્પ્રેડશીટને આપણે બે રીતે ઉપયોગમાં લઈ શકીએ. આપણી જરૂરિયાત અનુસાર તેમાં આંકડાઓ અને વિગતોનાં ટેબલ બનાવીએ અને પછી આપણી જરૂરિયાત ને આવડત અનુસાર ફોર્મ્યુલાઓ બનાવીને તેમાંથી મહત્તમ સાર કાઢવાની કોશિશ કરીએ. આ બધું આપણી આવડત અનુસાર કરવા જઈએ તો સ્વાભાવિક રીતે આપણે ક્યાંક તો અટકીએ જ. બીજી રીત, બીજાએ બનાવેલાં ટેમ્પ્લેટનો ઉપયોગ કરવાની છે. ઘણી બાબતોમાં જરૂરિયાતો (જેમ કે પરિવારનો મહિનાનો આવકજાવકનો હિસાબ) મોટા ભાગે સરખી જ હોય છે, પણ એક્સેલની આવડત જુદી જુદી હોય, તો એક્સેલના કોઇ જાણકારે બનાવેલાં ટેમ્પલેટને ડાઉનલોડ કરી, તેમાં આપણી જરૂરિયાત અનુસાર નજીવા ફેરફારો કરીને આપણે ફટાફટ આપણું કામ આગળ વધારી શકીએ છીએ. ઇન્ટરનેટ પર આવાં ટેમ્પ્લેટ્સ ઓફર કરતી અનેક સાઇટ્સ છે, જેમાંની એક છે www.vertex42.com. જોન વિટ્વર નામના એક સ્પ્રેડશીટના જાણકારે મિકેનિકલ એન્જિનીયરિંગમાં પીએચ.ડી. કરતાં કરતાં ૨૦૦૩માં સ્પ્રેડશીટ્સ, ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર્સ અને ટાઇમ મેનેજમેન્ટનાં ટૂલ્સ ટેમ્પ્લેટ સ્વરૂપે આપતી એક સાઇટ વિક્સાવી, જે અત્યારે નેટ પર આ બધા પ્રકારનાં ટેમ્પ્લેટ્સનો એક મહત્ત્વનો સ્ત્રોત બની ગઈ છે. આ સાઇટ પર જુદાં જુદાં કેલેન્ડર્સ, શેડ્યુલ્સ/પ્લાનર્સ, બિઝનેસ, ફેમિલિ, ટાઇમશીટ, એચઆર, ઇન્વેન્ટરી, એટેન્ડન્સ, લેટર્સ, રેઝયુમ, બજેટ, લોન કેલ્યુલેટર્સ, સેવિંગ, રીટાયરમેન્ટ પ્લાનિંગ વગેરેનાં અનેક ટેમ્પ્લેટ્સ ઉપલબ્ધ છે. એક્સેલ ઉપરાંત વર્ડ પ્રોગ્રામનાં ટેમ્પ્લેટ પણ તમને અહીંથી મળશે. એક્સેલ સિવાય તમે ગૂગલ ડોક્સ કે ઓપન ઓફિસનો ઉપયોગ કરતા હો તો તેનાં ટેમ્પ્લેટ્સ પણ મળશે. મોટા ભાગનાં ટેમ્પ્લેટ ફ્રી છે, બિઝનેસમાં ઉપયોગી એવાં કેટલાંક અત્યંત કોમ્પ્લેક્સ ટેમ્પ્લેટ ખરીદવાં પડે છે. એક્સેલની વિગતવાર સમજ કેળવવી હોય તો આ સાઇટના આર્ટિકલ્સ વિભાગમાં જજો અને બજેટ, આંકડા, પ્રોડક્ટિવિટી વગેરેમાં રસ હોય તો સાઇટના બ્લોગમાં પણ અચૂક નજર દોડાવવા જેવી છે

શિક્ષણનું ટૂલબાર

ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

ધો ૧ થી ૫ નો સેટ અપ રેશિયો જોવા માટે

FREE SOFTWERE DOWNLOAD

ભણતરની ભુખ.....!


રસ્તા તણી વાટમાં ચોપડી પેન તણી હાથમાં,
જો હોય મન મક્કમ તો ભણવા જવાય છે ફૂટપાથમાં,

તાપ પડે કે ભલે પડે તડકો અક્સર કાયામાં
રોજી રળીને જવું છે આ ગગનવિહારી છાયામાં,

જરૂર નથી વૈભવી વિલાસ કે ભૌતિક રાચરચીલાની
કુદરતની ભૌતિક બાબતો જે મારા ભણતરના પાયાની

ડર નથી કે સંકોચ નથી  મને મારી જાત પર
પ્રેરણા બનવું છે મારા મલકની નારી જાત પર

મને ખબર છે કે બાળપણની છત્રછાયા રઝળતી જાય છે
તો પણ ભણતરની આ ભુખ મને અહીં લાવી જાય છે.

આ  ભણતરની ભુખ....

એક સાથે પુસ્તક વાંચન

એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વિર્ણમ ગુજરાતે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણાં સૌમાં જ્ઞાનની એક અમાપ, અભૂતપૂર્વ ભૂખ ઉઘડે. જ્ઞાન શક્તિના યુગમાં વાંચન એ માનવજીવનના વિકાસ માટે ઘણો મોટો આધાર છે. સારાં પુસ્તકો સાચે માર્ગે દોરી પ્રકાશ બતાવે છે. જ્ઞાન મેળવવું એ આત્માની ભૂખ છે અને તે વાંચનથી સંતોષાય છે. પુસ્તકોમાં આત્મા હોય છે જે કદી નાશ પામતો નથી. ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. વાચન માનવીને કેળવે છે, ઘડે છે. વાંચન માનવીની ક્ષિતિજોને વિસ્તારે છે. વાંચન સંસ્કાર એ આપણાં ૧૬ સંસ્કાર જેવો જ અગત્યનો સંસ્કાર છે. આજે આપણી અનેક મર્યાદાઓનું મૂળ વિચારશૂન્યતામાં છે અને વિચારશૂન્યતા વાચનના અભાવને કારણે પેદા થાય છે. 
ઉપરોક્ત હેતુ સિદ્ધ થાય તે હેતુસર તારીખ ૩૦-૧૦-૨૦૧૦ના રોજ એક સાથે વાંચશે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સવારે ૯થી ૧૦ સુધી પુસ્તક વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા ૧ કલાક સુધી વિવિધ પુસ્તકોનું વાંચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક કલાક વાંચેલા પુસ્તકોની સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝીકડી ગામના સરપંચ શ્રી નારણભાઈ અને ગામના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત જનસમુહને પુસ્તક વાંચનના ફાયદા સમજાવ્યા હતા.


પુસ્તકનું મૂલ્ય રત્નથી પણ વિશેષ છે. રત્ન 
બાહ્યચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને અજવાળે છે. જેને પુસ્તક  વાંચવાનો શોખ છે તે સર્વત્ર સુખી રહી શકે છે. પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે.

બુધવાર, 1 ઑગસ્ટ, 2012

* તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?



<style type="text/css">
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#ffff11;font-weight:bold;border-width:0;border-style:dashed;border-color:FFFFCC;}
</style>
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર  
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ 
ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.    કોઈ કામ માટે ભીતરનો અવાજ 
ના પાડે તો તે કામ છોડી દેજોઅન્યથા પસ્તાવવાનો વખત આવશે.   </marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.


આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો.https://sites.google.com/site/jadavnarendrakumar10 આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.

ફ્ર્રી એન્ટીવાયરસ ડાઉનલોડ માટે

ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેનો પ્રોગ્રામ

ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર